મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીમાં CRPF સ્કૂલની બહાર થયેલ બ્લાસ્ટના CCTV આવ્યા સામે

દિલ્હીમાં રવિવારે સવારે રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં સીઆરપીએફ સ્કૂલની નજીક એક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટનો અ

દિલ્હીમાં રવિવારે સવારે રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં સીઆરપીએફ સ્કૂલની નજીક એક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકો ગભરાઈ ગયા અને વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. રાહતની વાત એ છે કે આ બ્લાસ્ટમાં કોઈને જાનહાની થઈ નથી. જોકે, બ્લાસ્ટના સીસીટીવી સામે આવ્યા છે.

સીસીટીવીમાં જોઈ શકાય છે તે પ્રમાણે રોડ પર બે કાર ઉભી છે. એક ભાઈ ત્યાંથી બાઈક લઈને પસાર થઈ રહ્યા છે. જેની અમુક સેકેન્ડ બાદ એકાએક બ્લાસ્ટ થાય છે. પરિણામે નજીકમાં પાર્ક કરાયેલા વાહનો અને ઘરોના કાચ તૂટી ગયા હતા. 

મકાનો અને વાહનોના કાચ તૂટી ગયા 

અહેવાલો અનુસાર, આ ઘટનાની માહિતી મળતા જ NSG, દિલ્હી પોલીસ, FSL ટીમ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વિસ્ફોટના સ્ત્રોતને શોધવા માટે તપાસ ચાલુ છે. આ વિસ્ફોટ બાદ સ્થળ પર સફેદ પાવડર મળી આવ્યો છે. બ્લાસ્ટને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને નજીકમાં પાર્ક કરાયેલા વાહનો અને ઘરોના કાચ તૂટી ગયા હતા. 

આ ઘટના અંગે માહિતી આપતા ડીસીપી અમિત ગોયલે જણાવ્યું હતું કે, 'બ્લાસ્ટનું સાચું કારણ જાણવા માટે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. હાલમાં તે સ્પષ્ટ નથી થયું કે આ બ્લાસ્ટ કયા પ્રકારનો હતો અને તેનો સ્ત્રોત કયો છે. નિષ્ણાત ટીમ ઘટનાની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ સ્થિતિ સ્પષ્ટ થશે.'

આ સમાચાર શેર કરો