મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ચૂંટણી પરિણામો આવતા જ દેશના રાજકીય નકશામાં મોટું પરિવર્તન! કેન્દ્રીય સ્તરે હવે ભાજપની પકડ વધુ મજબૂત

પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો સાથે જ દેશના રાજકીય નકશામાં મોટું પરિવર્તન

પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો સાથે જ દેશના રાજકીય નકશામાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. આ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની મતગણતરી બાદ ભાજપની સત્તાનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે.  હવે દેશના ૨૧ રાજ્યોમાં ભાજપ અથવા તેના સહયોગી પક્ષોની સરકારો શાસન કરી રહી છે, જેમાંથી ૧૨ રાજ્યોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે એકલે હાથે સત્તામાં છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોતા, ભાજપ હવે ભારતના આશરે ૭૨ ટકા ક્ષેત્રફળ પર શાસન કરી રહ્યું છે,   જનસંખ્યાની દ્રષ્ટિએ પણ દેશની આશરે ૭૬ ટકા વસ્તી હવે ભાજપ શાસિત રાજ્યોમાં વસવાટ કરે છે. આ પરિણામોએ કેન્દ્રીય સ્તરે ભાજપની પકડ વધુ મજબૂત બનાવી છે.

આ સમાચાર શેર કરો