Video: સુરત ભાજપના કાર્યકરની ટપોરીછાપ હરકત, ડાન્સર સાથે કર્યો તમંચે પે ડીસ્કો
સુરતમાં લગ્નપ્રસંગમાં ધડાધડ ફાયરિંગ કરી બે યુવાનોને હોસ્પિટલ ભેગા ભાજપના

સુરતમાં લગ્નપ્રસંગમાં ધડાધડ ફાયરિંગ કરી બે યુવાનોને હોસ્પિટલ ભેગા ભાજપના કાર્યકરે કર્યા હતાં. તે લોહીના ડાઘ હજુ સૂકાયા નથી ત્યાં ભાજપના વધુ એક સક્રિય કાર્યકરની ટપોરીછાપ હરકત સામે આવી છે. ડિંડોલી વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાયનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સુજી હાથમાં રિવોલ્વર પકડીને ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યો છે. યુપીના ભોજપુરી ગીત પર સુજીત ઝૂમતો નજરે પડી રહ્યો છે. વીડિયો ક્યાંનો છે એ સ્પષ્ટ થતું નથી. પરંતુ ભાજપના સક્રિય કાર્યકર સુજીતનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેથી શિસ્તબધ્ધ પાર્ટી ગણાતી ભાજપની આબરુ પર ડાઘ લાગ્યો છે. મહત્વપૂર્ણ છે કે, સુજીત ઉપાધ્યાય સુરત શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયનો સગો ભાઈ હોવાની વિગતો સામે આવી છે. સુજીતે પોતાના ખુલાસામાં કહ્યું કે, 2020નો વીડિયો છે. શૂટિંગનો વીડિયો છે. હાથમાં જે ગન દેખાય છે તે રમકડાંની છે. પોતાનો આવો વીડિયો વાયરલ કરનાર સામે તે કાયદેસરની કાર્યવાહી કરશે.




