મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ચૂંટણી પૂર્વે ભાજપ સંગઠનના સભ્યોએ ભદ્રકાળી માતાના આશીર્વાદ લીધા, વિવાદાસ્પદ નિવેદન મુદ્દે AAP પર કર્યા પ્રહાર

અમદાવાદમાં આવતીકાલે યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જે અંતર્ગત શહેર ભાજપ

અમદાવાદમાં આવતીકાલે યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જે અંતર્ગત શહેર ભાજપ સંગઠનના સભ્યોએ નગર દેવીના આશીર્વાદ લેવા ભદ્રકાળી માતાના મંદિરે પહોંચ્યા હતા. માતાના દર્શન કરી શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે કોંગ્રેસના આરોપ પર જવાબ આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચના તમામ નિયમો અને પરિપત્રોનું ચુસ્ત પાલન કરવામાં આવશે. બીજી તરફ, તેમણે આમ આદમી પાર્ટીના મકતમપુરા બોર્ડના ઉમેદવાર દ્વારા મસ્જિદો અને નમાજ અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર આકરા પ્રહાર કરતા તેને વર્ગવિગ્રહ ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. શાહે ઉમેર્યું હતું કે અમદાવાદની જનતા આવી વાતો ક્યારેય સહન નહીં કરે અને આલિયા માલિયા જમાલિયા જેવા તત્વોને મતદાન દ્વારા જડબાતોડ જવાબ આપશે.

આ સમાચાર શેર કરો