મુખ્ય સામગ્રી પર જાઓ

વિરમગામમાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈને ભાજપના જ કાઉન્સીલરે વ્યક્ત કર્યો રોષ

વિરમગામ નગરપાલિકામાં ભાજપના શાસન હોવા છતાં, પક્ષના જ વોર્ડ-6ના સદસ્ય ઉમેશ વ્યાસે ભૂ

વિરમગામ નગરપાલિકામાં ભાજપના શાસન હોવા છતાં, પક્ષના જ વોર્ડ-6ના સદસ્ય ઉમેશ વ્યાસે ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો છે. શહેરમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરની ખરાબ કામગીરી અને નાગરિકોમાં વધતા આક્રોશને ધ્યાને લઈ, ઉમેશ વ્યાસે કોન્ટ્રાક્ટરના બિલની ચૂકવણી ન કરવા, તેને બ્લેકલિસ્ટ કરવા અને કોન્ટ્રાક્ટ રદ્દ કરવાની માગણી કરી છે. આ અંગે તેમણે વિરમગામ નગરપાલિકા, પ્રાદેશિક કમિશનર અને ધારાસભ્ય હાર્દિક પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. જો આગામી સાત દિવસમાં કોઈ નક્કર પગલાં નહીં લેવાય, તો ભાજપના સદસ્યો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. 

આ સમાચાર શેર કરો