મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાજપની સંકલન બેઠક, પ્રજાકીય પ્રશ્નોના ઉકેલ પર ભાર

મહેસાણા સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં ભાજપની એક મહત્વની સંકલન બેઠક

તસવીર: gstv

મહેસાણા સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં ભાજપની એક મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક સાંસદ, ધારાસભ્યો તેમજ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરવા માટે વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસ કાર્યો વધુ ગતિશીલ અને ગુણવત્તાસભર બને તે માટે આયોજન કરાયું છે. આ ઉપરાંત પક્ષના આંતરિક પ્રશ્નોના નિવારણ અંગે અને સરકાર સાથે યોગ્ય તાલમેલ સાધીને પ્રજાકીય પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો