VIDEO: રામ મંદિર ટ્રસ્ટના સીઈઓ પદની યોગ્યતા અંગે ભાજપની પ્રતિક્રિયા
પટનામાં બિહાર ભાજપના નેતા સંજય સરાવગીએ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સીઈઓ પદ માટે નક્કી કરાયેલા

પટનામાં બિહાર ભાજપના નેતા સંજય સરાવગીએ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સીઈઓ પદ માટે નક્કી કરાયેલા કડક નિયમોનું જોરદાર સ્વાર્થન કર્યું છે. આ નવા નિયમો અંતર્ગત અરજદાર હિન્દુ ધર્મનો હોવો જોઈએ, સ્નાતક હોવો જોઈએ અને વહીવટ કે નાણાકીય ક્ષેત્રે ૨૦ વર્ષનો લાંબો અનુભવ ધરાવતો હોવો જોઈએ. સંજય સરાવગીએ જણાવ્યું કે, પ્રભુ શ્રી રામ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા પ્રોફેશનલ અધિકારીની નિમણૂકથી મંદિરના રોજિંદા વહીવટ અને દાનની વ્યવસ્થામાં અભૂતપૂર્વ પારદર્શિતા આવશે. વિપક્ષી દળો દ્વારા ઉઠાવવામાં આવતા તમામ પાયાવિહોણા સવાલોનો આ નિર્ણયથી જડબાતોડ જવાબ મળ્યો છે. યોગી સરકાર અને ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક પગલાથી કરોડો ભક્તોની આસ્થા વધુ મજબૂત બનશે અને ભવ્ય મંદિરનું સંચાલન વૈશ્વિક સ્તરે આદર્શ સ્થાપિત કરશે.




