VIDIO: SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
SIR મુદ્દે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બાદ ભાજપના પ્રવક્તા ડો. અનિલ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્પ

SIR મુદ્દે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બાદ ભાજપના પ્રવક્તા ડો. અનિલ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદી શુદ્ધિકરણ કરવાનો અધિકાર ચૂંટણી પંચને છે. ડો. પટેલે કોંગ્રેસ અને વિપક્ષને હોબાળો બંધ કરવાની સલાહ આપી હતી. તેમણે આરોપ લગાવ્યો કે રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘુસણખોરીના સમર્થકો SIRનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ કોંગ્રેસ પર સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો. વોટર લિસ્ટ અપડેટ ન્યાયી ચૂંટણી માટે જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર




