VIDEO: ઉમરગામ પાલિકામાં ભાજપે નવા પ્રમુખની જાહેરાત કરી અને જશ્ન કોંગ્રેસે મનાવ્યો, જાણો શું છે સમગ્ર મામલો
વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ પાલિકામાં ભારે આંતરિક વિખવાદો બાદ નવા પ્રમુખન
વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ પાલિકામાં ભારે આંતરિક વિખવાદો બાદ નવા પ્રમુખની જાહેરાત થઈ પરંતુ તેની ઉજવણી કોંગ્રેસે કરી હતી. પાલિકાના નવા પ્રમુખ આ જાહેરાત પછી ભાજપમાં કોઈ જશ્ન જોવા મળ્યો ન હતો. નવા પ્રમુખને ફૂલહાર કરવા કે ફટાકડા ફોડવા જેવી કોઈ ખુશી શાસક પક્ષે વ્યક્ત કરી નહોતી
. જોકે, વિરોધ પક્ષ કોંગ્રેસે ફટાકડા ફોડીને નવા પ્રમુખને વધાવ્યા હતા. આ પાછળનું મુખ્ય કારણ એ હતું કે, અગાઉ જે મહિલા કોર્પોરેટરનું નામ પ્રમુખ પદ માટે રેસમાં મોખરે હતું, તેઓ ગયા વર્ષે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના આઠ કોર્પોરેટરો એવા આશય સાથે સભામાં આવ્યા હતા કે પક્ષપલટો કરનાર તે ઉમેદવાર પ્રમુખ ન બને. ભાજપે અન્ય નામ જાહેર કરતા કોંગ્રેસની મુરાદ પૂરી થઈ હતી, જેથી તેમણે વિજય ઉત્સવ મનાવ્યો હતો.




