મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: AIADMK સામે મોટું સંકટ! EPSના નેતૃત્વ સામે પક્ષના જ વરિષ્ઠ નેતાઓએ ખોલ્યો મોરચો

તમિલનાડુના રાજકારણમાં એક ઐતિહાસિક વળાંક જોવા મળી રહ્યો છે. અખિ

તમિલનાડુના રાજકારણમાં એક ઐતિહાસિક વળાંક જોવા મળી રહ્યો છે. અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે AIADMK અત્યારે તેના અસ્તિત્વના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. એડપ્પાદી કે. પલાનીસ્વામી EPSના નેતૃત્વ સામે પક્ષના જ વરિષ્ઠ નેતાઓએ મોરચો ખોલ્યો છે. જેના કારણે પક્ષ હવે વિભાજન તરફ આગળ વધી રહ્યો હોય તેમ જણાય છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની નવી પાર્ટી TVK છે. શનિવારે વિજયે બહુમતી સાબિત કર્યા બાદ  AIADMKના અનેક વરિષ્ઠ નેતાઓ ઈચ્છે છે કે, પક્ષ વિજયની સરકારને સમર્થન આપે અને સત્તામાં ભાગીદારી કરે. જોકે, EPS આ પ્રસ્તાવ સામે મક્કમ વિરોધ નોંધાવી રહ્યા છે. આ કટોકટી ત્યારે વકરી જ્યારે ગયા અઠવાડિયે DMK અને AIADMK વચ્ચે પડદા પાછળ ચાલી રહેલી સત્તા વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ ગઈ. એવી ચર્ચા હતી કે AIADMKના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બને જેને DMK બહારથી ટેકો આપે અને EPS મુખ્યમંત્રી બને. VCK નેતા થોલ થિરૂમાવલવને EPSના નામનો વિરોધ કર્યો હતો. જ્યારે થિરૂમાવલવનનું નામ મુખ્યમંત્રી તરીકે વિચારાયું, ત્યારે EPSએ તેને સ્વીકારવાની ના પાડી દીધી હતી.

આ સમાચાર શેર કરો