મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કન્યા કેળવણી અંતર્ગત અપાયેલી હજાર સાઈકલો ધૂળ ખાતી જોવા મળી, એક વર્ષ સુધી વહેંચણી કરી જ નહીં

રાજ્ય સરકારે કન્યા કેળવણી અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોની સ્કૂલોમાં અભ્યાસ કરતી કન્યાઓને સાઇકલો ફાળવી હતી. પરંતુ બ

રાજ્ય સરકારે કન્યા કેળવણી અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોની સ્કૂલોમાં અભ્યાસ કરતી કન્યાઓને સાઇકલો ફાળવી હતી. પરંતુ બોટાદ જિલ્લામાં તો કન્યા કેળવણી અંતર્ગત અપાયેલી સાઈકલોની માઠી દશા બેઠી છે.  બોટાદ જિલ્લામાં કન્યાઓને આપવા માટેની સાયકલો  છેલ્લા ઘણા સમયથી  ધૂળ ખાઈ રહી છે.

એક હજાર સાઈકલો મેદાનમાં અને હોલમાં ધૂળ ખાય છે

જીલ્લામાં છેલ્લા એકાદ વર્ષના સમયગાળાથી વિદ્યાર્થિનીઓને સાયકલ આપવામાં આવી નથી. લગભગ 1 હજાર જેટલી નવી નકોર સાઈકલો તાજપર ગામે સ્કુલના મેદાનમાં અને હોલમાં ધૂળ ખાઈ રહી છે. 

 સાયકલનું વિતરણ કરાયું નથી

જિલ્લાની મોટાભાગની સ્કૂલોને વર્ષ ૨૦૨૩ - ૨૪મા સાયકલનું વિતરણ કરાયું નથી.શું સાયકલો ભંગારમાં વેચવા માટે રખાઈ છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો