VIDEO: ભૂજના ST ડ્રાઈવરે યુવતી સાથે જાહેરમાં કર્યા અશ્લિલ ચેનચાળા, સોશિયલ મીડિયામાં વાયરલ
ભુજમાં એસ.ટી. વિભાગમાં કામ કરતા અને બસ ડ્રાઇવર બી.એન. જાડેજાનો સમાજને શર્મસાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં

ભુજમાં એસ.ટી. વિભાગમાં કામ કરતા અને બસ ડ્રાઇવર બી.એન. જાડેજાનો સમાજને શર્મસાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વાઇરલ વીડિયોમાં બસ ડ્રાઇવર બી.એન.જાડેજા એપ્રેન્ટિસ યુવતી સાથે ચેનચાળા કરતા નજરે પડે છે.
દિકરીની ઉંમરની યુવતિને પકડીને ચૂંબન કરતો વીડિયો વાયરલ
ભુજ એસટી ડેપોના કમ્પાઉન્ડમાં એક ફુટપાથ પર બેસીને દિકરીની ઉંમરની યુવતિને પકડીને ચૂંબન કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કોઈ પ્રવાસીએ ઉતાર્યો હતો.
બી.એન.જાડેજા જુદા જુદા રૂટો પર ચલાવે છે બસ
આ વીડિયો વાયરલ થતાની સાથે જ કચ્છ એસ.ટી વિભાગની તપાસના આદેશ આપ્યા છે. ભૂજ એસ.ટી ડેપો મેનેજર પી.જી,કુંભાવતે જણાવ્યું કે ડ્રાઈવરનું નામ બી.એન.જાડેજા છે, તેઓ કચ્છના જુદા જુદા રૂટો પર બસ ચલાવે છે.






