મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગર રેન્જ આઈજીએ પ્રમાણિક પોલીસકર્મીને આપ્યું ઈનામ, જાણો શું છે કારણ

ભાવનગર રેન્જ આઈજીએ સ્ટાફની કામગીરી તપાસવા માટે નવતર પ્રયોગ કર્યો અને પોલીસકર્મીની પ્રામાણિકતા અને નિષ્ઠાને બિર

ભાવનગર રેન્જ આઈજીએ સ્ટાફની કામગીરી તપાસવા માટે નવતર પ્રયોગ કર્યો અને પોલીસકર્મીની પ્રામાણિકતા અને નિષ્ઠાને બિરદાવીને એક હજાર રૂપિયાનું ઈનામ પણ આપ્યું છે.

રેન્જ આઈજી ખાનગી કારમાં બેસીને ચેકિંગ માટે નીકળ્યા

રેન્જ આઈજી ખાનગી કારમાં બેસીને ચેકિંગ માટે નીકળ્યા હતા. આ કારને નાઈટ પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફે નિયમભંગને લઈને કારને રોકી હતી..આ સમયે કાર ચાલકે તેમની સાથે માથાકૂટ કરતા રોકનાર પોલીસે કેમરો શરૂ કરી દીધો અને દંડ ભરવાનો આગ્રહ કર્યો.

આ પણ વાંચો: રાજકોટ : અસલી કચેરીમાં નકલીનો ખેલ! મસમોટું કૌભાંડ સામે આવતા મચ્યો ખળભળાટ

 એસપીને ફોન કરવાની ધમકી આપી છતાં રોકનાર પોલીસ કર્મી એકના બે ન થયા

કાર ચાલકે આઈજી અને એસપીને ફોન કરવાની ધમકી આપી છતાં રોકનાર પોલીસ કર્મી એકના બે ન થયા, આખરે કાર માંથી રેન્જ આઈજી ખુદ બહાર આવતા પોલીસ કર્મીઓ ચોકી ઉઠ્યા.રેન્જ આઈજીએ તેમની કામગીરી બિરદાવી એક એક હજાર ઇનામ આપ્યું

આ સમાચાર શેર કરો