લો ગાર્ડન ખાતે અભિનેતા હિતેન કુમારના હસ્તે 'ભારત ભાગ્ય વિધાતા'નો પ્રારંભ, યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમો

અમદાવાદના લો ગાર્ડન સ્થિત રવિશંકર રાવલ કલાભવન ખાતે આજથી 11 દિવસીય 'કલા ગણેશ-2025' ભાર

અમદાવાદના લો ગાર્ડન સ્થિત રવિશંકર રાવલ કલાભવન ખાતે આજથી 11 દિવસીય 'કલા ગણેશ-2025' ભારત ભાગ્ય વિધાતાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મજગતના સુપરસ્ટાર હિતેન કુમાર ઉપસ્થિત રહ્યા હતા. 

સતત 11 દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી રવિશંકર એક્ટીવ આર્ટિસ્ટ ગ્રૃપ દ્વારા આયોજીત પરંપરા અને આધુનિકતાના સાંસ્કૃતિક મેળાપ સમા ભારત ભાગ્ય વિધાતા સતત 11 દિવસ સુધી યોજાશે. છેલ્લા દસ વર્ષથી કલાકારો - કસબીઓ અને તેમના પરીવારજનો માટે ખાસ યોજાતા આ કલા ગણેશનું આ 11મું વર્ષ છે. આ ગણેશ ઉત્સવમાં આ વર્ષે ઓપરેશન સિંદુરની પરીકલ્પના સાથે ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમારના વરદ હસ્તે આરતીથી આ ઉત્સવનો પ્રારંભ કરાયો હતો. રોજેરોજ આરતી, પ્રસાદ અને જાણીતા કલાકારો દ્વારા ભારત ભાગ્ય વિધાતા શિર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત