મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠા: અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પાંચ દિવસમાં કુલ 34.51 લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી મહાકુંભના પાંચમા દિવસે 7 લાખ

તસવીર: gstv

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી મહાકુંભના પાંચમા દિવસે 7 લાખ 23 હજાર ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો.... આ સાથે જ પાંચ દિવસમાં કુલ 34 લાખ 51 હજાર શ્રદ્ધાળુઓએ અંબાજી પહોંચીને દર્શન કર્યા છે....મેળા દરમિયાન તંત્ર દ્વારા ભક્તો માટે ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાંચ દિવસમાં 52 હજાર 334 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો છે, જ્યારે 3 લાખ 53 હજાર મોહનથાળના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 70 હજારથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે અને 23 હજાર 930 બાળ સુરક્ષા કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. પાંચ દિવસમાં કુલ દોઢ કરોડ રૂપિયાની ભંડાર આવક થઈ છે.

આ સમાચાર શેર કરો