VIDEO: બનાસકાંઠા: ધાનેરાની જીવાણા દૂધમંડળીની સાધારણ સભામાં હોબાળો અને મારામારી
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જીવાણા ગામમાં આવેલી દૂધમંડળીની સાધા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જીવાણા ગામમાં આવેલી દૂધમંડળીની સાધારણ સભા દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો અને મામલો ઉગ્ર બનતા મારામારી સર્જાઈ હતી. સાધારણ સભાની શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ ટૂંક સમયમાં જ પરિસ્થિતિ વણસી જતાં સભાસ્થળ પર જ મારામારી શરૂ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. દૂધમંડળી જેવી સહકારી સંસ્થાની સભામાં આ પ્રકારે જાહેરમાં મારામારી થવાથી સ્થાનિક અગ્રણીઓ અને સહકારી ક્ષેત્રમાં ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. આ અચાનક બનેલી ઘટનાને પગલે ગ્રામજનો અને સભાસદોમાં પણ ભારે રોષ તેમજ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.




