VIDEO: મોડાસા નગરપાલિકા દ્વારા બાડેસર તળાવનું 'પ્રમુખસ્વામી મહારાજ સરોવર' નામકરણ કરાયું
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા ઐતિહાસિક બાડેસર તળાવનું નામ હવે સત્તાવાર રીત

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા ઐતિહાસિક બાડેસર તળાવનું નામ હવે સત્તાવાર રીતે બદલીને પ્રમુખસ્વામી મહારાજ સરોવર કરવામાં આવ્યું છે. મોડાસા નગરપાલિકા દ્વારા સર્વાનુમતે એક મહત્વનો ઠરાવ પસાર કરીને આ નવું નામકરણ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તાજેતરમાં જ તળાવના નવીન નામકરણ અને અભિલેખનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિશેષ ઉપક્રમે આ નામકરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નવા નામકરણથી મોડાસા નગરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ સરોવર હવે દિવ્ય સ્મૃતિઓનું પ્રતિક બની રહેશે.




