VIDEO: અરવલ્લીમાં ધોધમાર વરસાદ: મોડાસામાં ૧૫ મિનિટમાં દોઢ ઇંચ વરસાદથી જળબંબાકાર
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જ્યાં માત્ર ૧૫ મિનિટના ટૂંકા સમયમાં ૧.૫ ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અચાનક આવેલા ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય ચાર રસ્તા, માલપુર આઇકોનિક રોડ તેમજ મેઘરજ રોડ પર દ્વારકાપુરી પાસે પાણી ભરાઈ ગયા હતા, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે પડેલા આ સચરાચર વરસાદને કારણે સમગ્ર શહેરમાં વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.




