મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લીમાં મોડાસાના દધાલિયા પાસે ૩૦ વિદ્યાર્થીઓ ભરેલી કૉલેજ બસ પલટી!

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા ગામના તળાવ પાસે ક્રિષ્ના નર્સિંગ

તસવીર: gstv

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા ગામના તળાવ પાસે ક્રિષ્ના નર્સિંગ કૉલેજની બસ પલટી જતાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. દધાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં પ્રેક્ટિકલ પોસ્ટિંગ કામગીરી માટે જઈ રહેલી બસમાં એએનએમ, જીએનએમ અને બીએસસી નર્સિંગના આશરે ૩૦ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. સામેથી આવી રહેલી રિક્ષાને બચાવવા માટે કટ મારવા જતાં બસ ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર જેટલા નર્સિંગ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે દધાલિયા પીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે અન્ય તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી છે અને ઘટના અંગે સ્થાનિક પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે..

આ સમાચાર શેર કરો