VIDEO : અરવલ્લીમાં પોષણ આહારની ગેરકાયદે હેરાફેરીનો મામલો
સોર્સ : Gstv
અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કેન્દ્રના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. મોડાસા રૂરલ પોલીસે અરવલ્લી આઈસીડીએસ વિભાગની અરજીના આધારે કાર્યવાહી કરીને મહીસાગરના વીરપુર સરકારી ગોડાઉનમાંથી થતી હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે કોઈ આધાર કે પુરાવા વગર આહારની હેરાફેરી કરતા એક પિકઅપ વાહનને ૩૦૦ કટ્ટા સાથે જપ્ત કર્યું છે. આ મામલે પોલીસે મુદ્દામાલ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધમાં અલગ અલગ ટીમ કામે લગાડી છે.

