મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

VIDEO: હંમેશા  હેલ્ધી રહેવાની આયુર્વેદિક ચાવી: ઋતુ બદલાય તેમ બદલો તમારું ડાયેટ

આયુર્વેદમાં સ્વાસ્થ્યનો સીધો સંબંધ હવામાન (ઋતુ) સાથે જણાવવામાં આવ્યો છે અને તે મુજબ

તસવીર: gstv

આયુર્વેદમાં સ્વાસ્થ્યનો સીધો સંબંધ હવામાન (ઋતુ) સાથે જણાવવામાં આવ્યો છે અને તે મુજબ જ દિનચર્યા પણ નક્કી કરવામાં આવી છે. ઉનાળામાં શરીરમાં પિત્ત દોષ વધે છે તો શિયાળાની ઋતુમાં વાત દોષ. આ જ કારણે આયુર્વેદ ઋતુ પ્રમાણે ખાવા-પીવા અને રહેણી-કેહેણી વિશે વિગતવાર માહિતી આપે છે. જો તમે સ્વસ્થ રહેવા માટે પરંપરાગત રીતો શોધી રહ્યા છો, તો અહીં જાણો કે આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે કઈ ઋતુમાં કેવો ખોરાક લેવો જોઈએ.

ઉનાળામાં ખાનપાન (ગ્રીષ્મ ઋતુ)

ઉનાળાની ઋતુમાં હળવો, થોડો ચીકાશવાળો (તેલ-ઘી વાળો પણ હળવો) અને સરળતાથી પચી જાય તેવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.

ઠંડી વસ્તુઓના સેવન સાથે દૂધ, દહીં અને છાશ પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

શાકભાજીમાં કારેલા, પરવળ, પાકા ટમેટા, છાલ સાથેના બટાકા, કાચા કેળા, સરગવાની સિંગ, ડુંગળી, સફેદ કોળું (પેઠા), ફુદીનો અને લીંબુનો ડાયેટમાં સમાવેશ કરી શકાય છે.

કઠોળ/દાળમાં મગ, મસૂર અને તુવેરની દાળ ખાવી સારી માનવામાં આવે છે.

જ્યારે ફળોમાં રસદાર ફળો જેમ કે- તડબૂચ, ટેટી, કેરી, દ્રાક્ષ અને સંતરાનો સમાવેશ કરી શકાય છે.

ચોમાસામાં ખાનપાન (વર્ષા ઋતુ)

આ ઋતુમાં હળવો, તાજો પરંતુ સારી રીતે રાંધેલો ગરમ ખોરાક લેવાની વાત કહેવામાં આવી છે.

વાત દોષને શાંત કરનારી વસ્તુઓ જેમ કે- ઘઉં, જવ અને મકાઈને ખોરાકમાં સામેલ કરો.

શાકભાજીમાં દૂધી, ભીંડા, ફુદીનો, ટમેટા અને ખાસ કરીને શાકભાજીનો સૂપ (Soup) પીવો હેલ્ધી માનવામાં આવે છે.

કેળા, સંતરા, દાડમ, કેરી અને જાંબુ જેવા મોસમી ફળોનો સમાવેશ કરો.

શરદ ઋતુમાં ખાનપાન (સપ્ટેમ્બરથી નવેમ્બર)

સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનાની વચ્ચે પણ અલગ ડાયેટ જણાવવામાં આવ્યું છે. આ ઋતુમાં ગળ્યો અને હળવો ખોરાક ખાવો જોઈએ, જેને સરળતાથી પચાવી શકાય.

શાકભાજીમાં તાંદળજો/બથુઆ, દૂધી, તુરીયા, પાલક અને ફ્લાવર જેવી શાકભાજી વધુ પ્રમાણમાં સામેલ કરવી જોઈએ.

આમળા, શિંગોડા અને કાળી દ્રાક્ષ આ ઋતુમાં ખૂબ ખાવામાં આવે છે.

મધ, સાકર અને ગોળનું સેવન કરવું શરદ ઋતુમાં ફાયદાકારક માનવામાં આવે છે.

શિયાળામાં ખાનપાન (હેમંત અને શિશિર ઋતુ)

આ ઋતુમાં ગળ્યો, ખારો અને ખાટો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ખોરાકમાં ઘી, તેલ અને માખણ સામેલ કરો, તે વાત દોષને શાંત કરે છે.

ઘઉંની રોટલીની સાથે દાળમાં ચણા, મગ અને અડદનું સેવન સારું માનવામાં આવે છે.

શિયાળાની શાકભાજી જેમ કે- પાલક, બથુઆ, મેથી, ગાજર અને વટાણા ખાઓ.

ડ્રાયફ્રૂટ્સમાંથી બનેલા લાડુ પણ આ ઋતુમાં ખૂબ ખાવામાં આવે છે, જે આયુર્વેદિક લાઈફસ્ટાઈલનો જ એક ભાગ છે.

નોંઘ : આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો