મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં તોડી પાડવામાં આવેલા ગેરકાયદે યાત્રીભવનની જમીનને તંત્ર કરશે કોર્ડન

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન અને મૂળી તા

તસવીર: GSTV
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન અને મૂળી તાલુકામાં ગેરકાયદે દબાણો અને બાંધકામો પર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાાં આવી છે. છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ તાલુકામાં ગેરકાયદે તાણી બંધાયેલી ૭થી વધુ હોટલ, ચોટીલાના ડુંગર તળેટી વિસ્તારની ૪૦૦થી વધુ દુકાનો અને નવગ્ર મંદિરના કંપાઉન્ડમાં આવેલા ૩ માળનું બિલ્ડિંગ તોડી પાડીને અંદાજે ૪૨ એકરથી વધુ ૧૬૯.૨૩ કરોડની સરકારી જમીન ખૂલ્લી કરવામાં આવી છે. આગામી સમયમાં હજૂ પણ ઝુંબેશ યથાવત્ રાખવામાં આવશે. 

અનેક વિવાદો બાદ ડેપ્યુટી કલેકટરના આદેશ બાદ યાત્રીભવન તોડી પડાયું

ચોટીલામાં તોડી પાડવામાં આવેલ યાત્રીભવનને હવે તંત્ર કોર્ડન કરશે, મળતા અહેવાલ પ્રમાણે ચોટીલા મંદિર નજીક સરકારી જમીનો પર કરેલા દબાણો તોડી પાડવા અંગેની ઝૂંબેશ શરૂ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે.  

લેન્ડગ્રેબિંગની દાખલ થશે ફરિયાદ

  તો બીજી તરફ સમગ્ર જમીન પર વાંરવાર દબાણકર્તાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખવવાની પણ તજવીજ શરૂ કરી છે. અનેક વિવાદો બાદ ડેપ્યુટી કલેકટરના આદેશ બાદ યાત્રીભવન તોડી પાડવામાં આવ્યું હતું.36.42 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો