મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'5555 ટૂંક સમયનો મહેમાન, દિલ્હી સુધી જઇ આવ્યો', ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અંગેની ઓડિયો ક્લિપ વાયરલ

સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક મહિનાથી ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરીને કરોડોની કરચોરી પ

સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક મહિનાથી ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરીને કરોડોની કરચોરી પકડનારા ચોટીલાના પ્રાંત અધિકારીની બદલી અંગેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે.સતત ખનિજ ચોરી પર દરોડાની કાર્યવાહી બાદ ખનિજ માફિયાઓએ દિલ્હી સુધી રજુઆત કરી હોવાની ઓડિયો ક્લિપ સામે આવી છે.

ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરનારા પ્રાંત અધિકારીની બદલીની ઓડિયો ક્લિપ વાયરલ

સુરેન્દ્રનગરના ચોટીલા અને થાન પંથકમાં ખનીજ અંગેના દરોડા પાડીને કરોડોનો દંડ ફટકારનારા પ્રાંત અધિકારીની બદલીની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. ભૂમાફિયાઓ લાખો રૂપિયાની ખનીજ ચોરી કરીને રૂપિયા રળતા હતા તેના ઉપર અધિકારીએ બ્રેક મારી છે.જોકે, આ ઓડિયો ક્લિપ કોની છે તેની તપાસ કરવામાં આવે તો દિલ્હી અને ગાંધીનગર સુધી કોના છેડા છે અને કોણ બદલી માટે ગયું હતું તેની ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેમ છે. 

એક વ્યક્તિ બોલી રહ્યો છે કે 5555 ટૂંક સમયનો મહેમાન છે. ટૂંક સમયનો મેસેજ છે મારો ભાઇ ત્યારે બીજો વ્યક્તિ કહે છે, ધુમાડા ના કાઢભાઇ હું દિલ્હી રોકાણો હતો અને વળતા ગાંધીનગર ગયો હતો. વાસ્તવિકતા જાણવા આમ બન્નેની વાતચીત વાયરલ થઇ હતી. 

મહત્ત્વપૂર્ણ છે કે સુરેન્દ્રનગરમાં છેલ્લાં ઘણા સમયથી ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ગેરકાયદેસર ખનીજ ઉપર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવતી હતી જેને કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો