VIDEO: વડોદરા શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, અલગ અલગ સ્થળોએ બાપ્પાની મૂર્તિ કરાઇ ખંડિત
વડોદરામાં શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લગભગ ત્રણ સ્થળોએ બાપ્પાની મૂર્તિ ખંડ
વડોદરામાં શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લગભગ ત્રણ સ્થળોએ બાપ્પાની મૂર્તિ ખંડિત કરી હોવાનો ચર્ચાઓ ચાલી રહી છે. ભક્તોની આસ્થા ને ઠેશ પહોંચે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. દાંડિયાબજાર, વિજય શ્રીખંડ ગલી પાસે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. એક સ્થળે શંકાસ્પદ વ્યક્તિના CCTV ફૂટેજ સામે આવતા વડોદરા પોલીસ દોડતી થઇ હતી. મોડી રાત્રે એક વાગ્યા પછી આ ઘટના બની હતી. મૂર્તિ ખંડિત થતાં જે તે વિસ્તારના ભાવિ ભક્તો દ્વારા બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશજીની સ્થાપનાના પ્રથમ દીવસે જ અટકચાળા તત્વો સક્રિય થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે ને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે મૂર્તિઓ ખંડિત કેવી રીતે થઈ તે હજુ પણ એક સવાલ બનેલો છે.




