VIDEO: ગોધરામાં ATSની ટીમે ત્રણ શંકાસ્પદને ઉઠાવ્યા, પાકિસ્તાન પ્રવાસને લઇને તપાસ
ગુજરાત એટીએસ દ્વારા ગોધરાના લધુમતી વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. ગોધરા
ગુજરાત એટીએસ દ્વારા ગોધરાના લધુમતી વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. ગોધરા એસપી કચેરી ખાતે પુછપરછ કરવામાં આવ્યા બાદ ATSની ટીમ ત્રણેય શંકાસ્પદ શખ્સોને અમદાવાદ ખાતે લઇને રવાના થઈ હતી.
ગોધરા ખાતે ATSની ટીમ દ્વારા સતત પાંચ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. અટકાયત કરેલા ત્રણ શખ્સો પૈકી બે સગા ભાઈઓ હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે અન્ય એક શખ્સનો સમાવેશ થાય છે. આ પૈકી બે શખ્સો પાકિસ્તાન ગયા હોવાથી તેઓની શંકાસ્પદ ભૂમિકા હોવાના કારણે ATS દ્વારા અટકાયત કરી તેઓના પાસપોર્ટ પણ કબ્જે લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અટકાયત કરાયેલા ત્રણ શખ્સોની પુછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.




