Video: સુરતમાં હોળીને પગલે પરપ્રાંતીય મુસાફરોની ભીડને કાબૂ કરવા તંત્ર સજ્જ, રેલવે સ્ટેશન પર બંધાયા મંડપ
હોળીના તહેવારને અનુલક્ષીને સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય મુસાફરોની ભારે ભીડને જોતા

હોળીના તહેવારને અનુલક્ષીને સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય મુસાફરોની ભારે ભીડને જોતા રેલવે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વતન જતા મુસાફરોને કાળઝાળ ગરમીમાં હાલાકી ન ભોગવવી પડે તે માટે સ્ટેશન પરિસરમાં મોટા મંડપ બાંધવામાં આવ્યા છે, જેથી ભીડનું યોગ્ય વ્યવસ્થાપન થઈ શકે. ગતરોજથી જ મોટી સંખ્યામાં લોકો રવાના થઈ રહ્યા હોવાથી, કોઈ પણ અપ્રિય ઘટના ન બને અને મુસાફરી સુખદ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ સુરક્ષા અને પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.




