આસામમાં ભારે વરસાદને કારણે પૂરથી સ્થિતિ ખરાબ; 2.62 લાખથી વધુ લોકો પ્રભાવિત
આસામમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરને કારણે સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. બે લોકોના મોત થયા છે જ્યારે રાજ્યના 12

આસામમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરને કારણે સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. બે લોકોના મોત થયા છે જ્યારે રાજ્યના 12 જિલ્લાના 2.62 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.બ્રહ્મપુત્ર સહિત રાજ્યની મુખ્ય પાંચ નદીઓ બે સ્થળો પર ખતરાના નિશાનની ઉપર વહી રહી છે.
એક અન્ય સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે પોતાના લોકસભા વિસ્તાર ડિબ્રૂગઢની સ્થિતિની સમીક્ષા કરી છે. ડિબ્રૂગઢ પૂરથી પ્રભાવિત થયો છે. શહેર કેટલાક દિવસથી જલમગ્ન છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)એ બુલેટિનમાં જણાવ્યું હતું કે ધેમાજીમાં વધુ બે લોકોના મૃત્યુ સાથે આ વર્ષે પૂર, તોફાન અને ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 44 થઈ ગઈ છે.
કામરૂપ, કરીમગંજ, તિનસુકિયા, ગોલાઘાટ, ધેમાજી, માજુલી, કચર, લખીમપુર, દિબ્રુગઢ, શિવસાગર, કોકરાઝાર અને જોરહાટ જિલ્લામાં કુલ 2,62,186 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. શનિવારે પૂરને કારણે રાજ્યના સાત જિલ્લાઓમાં 1,33,945 લોકો પ્રભાવિત થયા હતા. આસામમાં ઓછામાં ઓછા 36 મહેસૂલ વિસ્તારો અને 671 ગામો હજુ પણ પૂરથી પ્રભાવિત છે.
રાજ્યનો ધેમાજી જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં પૂરથી 69,252 લોકો પ્રભાવિત થયા છે. આ પછી કચર જિલ્લામાં 61,895 લોકો અને તિનસુકિયામાં 45,281 લોકો કુદરતી આફતના કારણે સંકટનો સામનો કરી રહ્યા છે. ખતરાના નિશાનથી ઉપર વહેતી નદીઓમાં ડિબ્રુગઢ અને નેમાટીઘાટમાં બ્રહ્મપુત્રા, સોનિતપુરમાં જિયા ભરાલી, બારપેટામાં બેકી અને કરીમગંજમાં કુશિયારા નદી દિખાઉનો સમાવેશ થાય છે. આસામના 2,593 લોકોએ 44 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે આઠ અન્ય રાહત વિતરણ કેન્દ્રો પણ કાર્યરત છે.







