VIDEO: કવાંટના સમલવાંટ ગામે ઉનાળાની શરૂઆત થતાં જ પાણી માટે પોકાર, એક બેડા પાણી માટે મહિલાઓની રઝળપાટ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલ સમલવાંટ ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી મ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલ સમલવાંટ ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી માટે હાહાકાર મચી જાય છે. ગામની મહિલાઓ માટે પાણી મેળવવા રોજ સંઘર્ષ કરવો પડે છે. પરિસ્થિતિ એવી છે, કે ગામમાં લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ, સૌથી પહેલા પાણીની જ ચિંતા સતાવે છે.
ડુંગરાળ વિસ્તારમાં આવેલ આ ગામમાં પાણીના તમામ સ્ત્રોત સૂકાઈ જતા મહિલાઓને દૂર દૂર સુધી પાણી માટે રઝળપાટ કરવી પડે છે. સમલવાંટ ગામમાં વર્ષોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. ઉનાળો શરૂ થતાં જ ગામના હેન્ડપંપ, કુવા અને કુદરતી કોતરો સૂકાઈ જાય છે. ગામમાં લગભગ સો જેટલા હેન્ડપંપ હોવા છતાં એક ટીપું પાણી મળતું નથી. જળસ્તર નીચે ઉતરતાં લોકો માટે પાણી મેળવવું મુશ્કેલ બની ગયું છે. ગામની મહિલાઓને માથે બેડાં મૂકી દૂર સુધી પાણી લેવા જવું પડે છે.


