VIDEO: અરવલ્લીના મોડાસામાં શામપુર માર્ગ પર દીપડો દેખાયો, લોકોમાં ફફડાટ
ARAVALLI NEWS: અરવલ્લીના મોડાસામાં શામપુર રસ્તા પર દીપડો જોવા મળ્યો હતો. શિકારની શોધમાં ફરતા દીપડાને લઈ
ARAVALLI NEWS: અરવલ્લીના મોડાસામાં શામપુર રસ્તા પર દીપડો જોવા મળ્યો હતો. શિકારની શોધમાં ફરતા દીપડાને લઈ લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. કાર ચાલક આ માર્ગ પરથી પસાર થતા દીપડો દેખાતા તેનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શામપુર,લાલપુર,ગોખરવા,સરડોઈ સહિત વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.




