મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણામાં ગુરુદ્વારાથી પોલીસ હેડક્વાર્ટર ઓવરબ્રિજને મંજૂરી

મહેસાણામાં ગુરુદ્વારાથી પોલીસ હેડક્વાર્ટર સુધી નવા ઓવરબ્રિજને મંજૂરી મળી છે. સાંસદ હરિભ

તસવીર: gstv

મહેસાણામાં ગુરુદ્વારાથી પોલીસ હેડક્વાર્ટર સુધી નવા ઓવરબ્રિજને મંજૂરી મળી છે. સાંસદ હરિભાઈ પટેલની રજૂઆત બાદ રેલવે મંત્રાલયે આ મહત્વપૂર્ણ ઓવરબ્રિજને મંજૂરી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની સૂચનાથી મંજૂરી મળતા હવે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા ડીપીઆર તૈયાર કરવામાં આવશે. નવા ઓવરબ્રિજના નિર્માણથી મહેસાણા શહેર એક અને બે વચ્ચેનો ટ્રાફિક હળવો થવાની સાથે ચોમાસા દરમિયાન બંને નાળામાં પાણી ભરાવાની સમસ્યાનો પણ ઉકેલ આવશે. ઓવરબ્રિજ બનવાથી સ્થાનિક લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે.

આ સમાચાર શેર કરો