VIDEO: મહેસાણામાં ડ્રોનની મદદથી ગણપતિ બાપ્પાનું અનોખું અને ઈકો ફ્રેન્ડલી વિસર્જન કરાયું
મહેસાણામાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે ગણપતિ બાપ્પાનું અનોખું અને હાઈટ

મહેસાણામાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે ગણપતિ બાપ્પાનું અનોખું અને હાઈટેક વિસર્જન યોજાયું હતું, જે સમગ્ર શહેરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભાવિશાબેન પ્રદીપભાઈ પટેલ દ્વારા કરાયેલા આ અદભુત આયોજન હેઠળ પાણીમાં ઉતર્યા વિના જ ડ્રોનની મદદથી ગણેશજીની મૂર્તિને મહાનગરપાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડમાં પધરાવીને ઈકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગ દરમિયાન મહેસાણાના મેયર સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર રમેશભાઈ રાજપુત તેમજ કોર્પોરેટર શ્રેણીક પટેલ, ભાવનાબેન અને બાલુ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટેકનોલોજી અને પરંપરાના આ અનોખા સંગમની સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓએ મુક્ત મને પ્રશંસા કરી હતી.




