મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: ઉદ્ઘાટન પ્રસંગમાં APMC ચેરમેને કર્યું 4 રાઉન્ડ ફાયરિંગ, એક ઈજાગ્રસ્ત; જુઓ CCTV

Surendranagar News: સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં APMCના ચેરમેન

Surendranagar News: સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં APMCના ચેરમેને એક પ્રસંગ દરમિયાન બોલાચાલી થતાં ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા APMCના ચેરમેને કનકસિંહ ઝાલાએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. સામાન્ય બોલાચાલીની ઘટનાએ ઉગ્ર સ્વરુપ લીધું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે જાહેરમાં 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. ઉદ્ઘાટન પ્રસંગ બાબતે ફાયરિંગ કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. LCB અને SOG સહિતની ટિમો તપાસમાં દોડી ગઈ છે. ફાયરિંગની ઘટનાને લઈ એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો