મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar News: ઢાબામાં નશાનો કારોબાર ચલાવતા શખ્સની 14 કિલો માદક પદાર્થ સાથે ધરપકડ

Surendranagar News: ગુજરાત જાણે નશાનું હબ બની ગયું હોય તેમ સતત ઠેક ઠેકાણેથી ડ્રગ્સ તેમજ

Surendranagar News: ઢાબામાં નશાનો કારોબાર ચલાવતા શખ્સની 14 કિલો માદક પદાર્થ સાથે ધરપકડ

Surendranagar News: ગુજરાત જાણે નશાનું હબ બની ગયું હોય તેમ સતત ઠેક ઠેકાણેથી ડ્રગ્સ તેમજ માદક દ્રવ્યો ઝડપાતા હોય છે. એવામાં સુરેન્દ્રનગરમાંથી નશાનો કાળો કારોબાર સામે આવ્યો છે જેમાં પોલીસે 14 કિલો માદક પદાર્થ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઇવે પર રાજસ્થાની પંજાબી ઢાબામાંથી પોષડોડવાનો કારોબાર ઝડપાયું છે. સુરેન્દ્રનગર SOG પોલીસ ટીમ દ્વારા દરોડા પાડીને 14 કિલોથી વધુનો પોષડોડવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બલવીરસિંહ રાવત નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ છેલ્લા ઘણા સમયથી નશાનો કારોબાર ચાલતો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા એન.ડી.પી.એસ એક્ટ હેઠક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો