VIDEO: અમદાવાદના બાપુનગરમાં વધુ એક શાળા કરાઈ બંધ
અમદાવાદ શહેરમાં બાપુનગરની વધુ એક શાળાને બંધ કરવામાં આવી છે. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને કારણે
અમદાવાદ શહેરમાં બાપુનગરની વધુ એક શાળાને બંધ કરવામાં આવી છે. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને કારણે સ્કૂલને બંધ કરવી પડી છે. હાલમાં આ શાળામાં અભ્યાસ કરી રહેલા 125 વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. શાળામાં ધોરણ 9,11,12ના વર્ગમાં 25થી 30 જ વિદ્યાર્થીઓ છે અને ધોરણ 10માં 36 કરતા વધુ વિદ્યાર્થીઓ છે.
આ મામલે DEOએ નિવેદન આપતા કહ્યું છે કે, "શાળામાં પૂરતી સંખ્યા ન હોવાના કારણે નિયમ પ્રમાણે આ ગ્રાન્ટેડ શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 36 જેટલી હોવી જોઈએ પરંતુ શાળાની વિઝીટ દરમિયાન સંખ્યા દેખાતી નથી."
ત્યારે બીજી તરફ ચાલુ સત્રએ શાળા બંધ થવાથી વાલીઓ રોષે ભરાયા હતા અને વાલીઓ તરફથી શાળાનું સત્ર ચાલુ રાખવા DEOને રજૂઆત કરવામાં આવી છે. આગામી સમયે આ બાબતે વડી કચેરીએ રજૂઆત મોકલવામાં આવશે તેવું DEO દ્વારા જણાવવામાં આવ્યું છે.
છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 150 ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ છે.






