VIDEO: અમદાવાદમાં કરોડોની ઠગાઈ મામલે આર્થિક ગુના શાખામાં વધુ એક ફરિયાદ નોંધાઈ
અમદાવાદમાં કરોડોની ઠગાઈ મામલે આર્થિક ગુના શાખામાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. મ
અમદાવાદમાં કરોડોની ઠગાઈ મામલે આર્થિક ગુના શાખામાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. મિતેષ પટેલ અને પ્રતીક પટેલ સામે ગેમઝોન સંચાલક મયુર વાટલીયાએ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ મેસર્સ વિરાસત રિયાલિટી પેઢી મારફતે ભાગીદારોની જાણ બહાર 7.82 કરોડ રૂપિયા અંગત ઉપયોગમાં લીધાનો આક્ષેપ છે. સાથે જ પામ ગ્લોરી 4 સ્કીમના 9 ફ્લેટોના દસ્તાવેજ પોતાના નામે કરીને ગેરરીતે વેચાણ કરવામાં આવ્યું હતું. કુલ 11.37 કરોડ રૂપિયાની ઠગાઈનો ગુનો નોંધાયો છે. નોંધનીય છે કે આરોપીઓ સામે અગાઉ પણ ફરિયાદ નોંધાઈ હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
જાહેરાત







