મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાણી કી વાવને વધુ એક સિદ્ધિ, 3D પ્રોજેક્શન મેપિંગ શોને મળ્યો ગોલ્ડ એવોર્ડ

પાટણ સ્થિત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ 'રાણી કી વાવ'એ વધુ એક વૈશ્વ

તસવીર: gstv

પાટણ સ્થિત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ 'રાણી કી વાવ'એ વધુ એક વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. પ્રવાસીઓ માટે શરૂ કરાયેલા અત્યાધુનિક 3ડી પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17માં વાવુ એવોર્ડ્સ એશિયા 2026માં "એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ – અચીવમેન્ટ ઇન ઓડિયો-વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ" કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત આ કાયમી ડિજિટલ ઇન્સ્ટોલેશનનો હેતુ પ્રવાસીઓને ઇતિહાસ અને ટેક્નોલોજીનો અનોખો અને યાદગાર અનુભવ કરાવવાનો છે. આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું અને 12 જુલાઈ, 2026 સુધીમાં 44,209થી વધુ મુલાકાતીઓ આ ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ શોની મજા માણી ચૂક્યા છે. અમલીકરણ એજન્સીના નોમિનેશનના આધારે એશિયાના પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાં પ્રથમ સ્થાન મેળવનાર આ પ્રોજેક્ટે ગુજરાતની સમૃદ્ધ વિરાસતને આધુનિક ટેક્નોલોજી સાથે વિશ્વ સમક્ષ સફળતાપૂર્વક રજૂ કરી છે, જેના કારણે રાણી કી વાવ હવે દિવસ ઉપરાંત રાત્રિના સમયમાં પણ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ સમાચાર શેર કરો