મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDARNI VAAT / સરહદ પર દેશભક્તિનો ઉત્સવ, પૂંચના કેરાણીમાં ૧૦૫ ફૂટ ઊંચો તિરંગો બન્યો પ્રવાસીઓનું આકર્ષણ!

જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં

તસવીર: GSTV

જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં આવેલા નિયંત્રણ રેખા નજીકના બનવટ કેરાણી વિસ્તારમાંથી દેશપ્રેમ અને પ્રવાસનને પ્રોત્સાહન આપતા ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે.. અહીં સીમાવર્તી વિસ્તારમાં નવલક્ષી રીતે વિકસાવવામાં આવેલા એકતા સ્થળ પાર્ક ખાતે ૧૦૫ ફૂટ ઊંચો વિશાળ રાષ્ટ્રધ્વજ ગગનચુંબી ઊંચાઈએ લહેરાઈ રહ્યો છે. સીમા પર સ્થિત આ પાર્ક અને દેશની શાન સમાન લહેરાતા તિરંગાને જોવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સરહદી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાના વાતાવરણ વચ્ચે આ પાર્ક હવે સ્થાનિક લોકો તેમજ દેશભરના પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે..

પાર્કની મુલાકાતે આવેલા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. મુલાકાતીઓ ૧૦૫ ફૂટ ઊંચા તિરંગા સામે ગર્વથી સેલ્યુટ કરી રહ્યા છે અને યાદગાર તસવીરો ખેંચી રહ્યા છે. પ્રવાસીઓએ સરહદી વિસ્તારમાં આવા સુંદર અને રાષ્ટ્રપ્રેમ જગાડતા સ્થળના નિર્માણ બદલ પ્રશાસન અને ભારતીય સેનાના પ્રયાસોને બિરદાવ્યા હતા. સીમાવર્તી પ્રદેશમાં શાંતિની નવી સવાર સાથે આ એકતા સ્થળ પાર્ક માત્ર દેશદાઝ જ નથી જગાડી રહ્યો, પરંતુ સ્થાનિક સ્તરે પ્રવાસનને વેગ આપીને રોજગારીની નવી તકો પણ ઊભી કરી રહ્યો છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો