VIDEO: પાલીતાણાના ગરજીયા ગામે માલધારી પર વન્ય પ્રાણીનો જીવલેણ હુમલો
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે વન્ય પ્રાણીએ માલધારી પર હુમલો કર્યો.

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે વન્ય પ્રાણીએ માલધારી પર હુમલો કર્યો. ગામની સીમ વિસ્તારમાં આવેલ માલધારી કાળુભાઈ બોઘાભાઈ ગમારા પર અચાનક વન્ય પ્રાણીએ હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક પાલિતાણા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સતત વધતા વન્ય પ્રાણીના હલનચલનને લઈ ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા જોવા મળી રહી છે અને સુરક્ષા માટે પગલાં લેવાની માંગ ઉઠી છે.


