VIDEO : ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ મેયર સહિત 5 હોદ્દેદારોની જાહેરાત
કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપે દિવ્યા

કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપે દિવ્યાબેન નાથાણીના નામ પર મોહર મારી છે. મહાનગરપાલિકા બન્યા બાદ યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં 52 માંથી 41 બેઠકો જીતીને ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, જેમાં આજે પાંચ મુખ્ય હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે નવીન જરૂ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે તેજસ શેઠ, પક્ષના નેતા તરીકે ભરત મીરાણી અને દંડક તરીકે સુરેશ ધૂવાની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત મેયર દિવ્યાબેન નાથાણીએ ગાંધીધામના સર્વાંગી વિકાસની ખૂટતી કડીઓ પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરી હતી, જેને પગલે ભાજપ કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.




