VIDEO : Anand - બોરસદમાં જનતા બજાર નજીક શંકાસ્પદ કારમાંથી ₹42.90 લાખની રોકડ સાથે 3 ઝડપાયા
આણંદના બોરસદ શહેરમાં જનતા બજાર નજીક પોલીસે શંકાસ્પદ કાર રોકાવી તપાસ
આણંદના બોરસદ શહેરમાં જનતા બજાર નજીક પોલીસે શંકાસ્પદ કાર રોકાવી તપાસ કરતાં લાખોની રોકડ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. કારમાં તપાસ કરતા તેમાંથી સ્કૂલ બેગ અને થેલામાંથી કુલ રુપિયા 42 લાખ 90 હજારની રોકડ રકમ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે રોકડ રકમ અને કાર સાથે ત્રણ શખ્સોને રાઉન્ડઅપ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. તપાસ દરમિયાન કારમાંથી અલગ-અલગ બેંકોની પાસબુક અને ચેકબુક પણ મળી આવી છે. આ નાણાંનો વ્યવહાર ક્યાં, કેવી રીતે અને કયા હેતુ માટે થવાનો હતો, તેમજ આ રૂપિયા ક્રિકેટ સટ્ટા, આંગડિયા કે હવાલા નેટવર્કના છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




