VIDEO: સૌરાષ્ટ્રના સતાધારની જગ્યાના વિવાદનો મામલો શાંત પાડવાનો પ્રયાસ
જુનાગઢ જિલ્લાનાં વિસાવદરના સત્તાધારના મહંત પર લાગેલા વિવાદ વચ્ચે મામલો શાંત પાડવા માટે પહેલ ક
જુનાગઢ જિલ્લાનાં વિસાવદરના સત્તાધારના મહંત પર લાગેલા વિવાદ વચ્ચે મામલો શાંત પાડવા માટે પહેલ કરવામાં આવી છે. સાવરકુંડલાના માનવ મંદિર મહંત ભકિતરામ બાપુએ કહ્યુ કે, સોશિયલ મીડિયામાં જે રીતે પ્રચાર થઈ રહ્યો છે. તેનાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે. કોઈ પુરાવા વગર પ્રુફ વગર બોલવું તે વ્યાજબી નથી. અને જે કોઈને પ્રશ્ન હોય કે પુરાવા હોય તેમણે મળી લેવુ જોઈ પરંતુ સત્તાધામ ધામને બદનામ ન કરવું જોઈએ તેનાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે.




