VIDEO: જંબુસર પાલિકા સમક્ષ રોષે ભરાયેલા લોકોનો હલ્લાબોલ
ભરૂચના જંબુસરના ઘનશ્યામ નગર સોસાયટીના રહીશોએ રોડ, ગટર અને પીવાના પાણીની મૂળભૂત સમસ્યાઓ બાબતે નગરપાલિકાએ વિશાળ

ભરૂચના જંબુસરના ઘનશ્યામ નગર સોસાયટીના રહીશોએ રોડ, ગટર અને પીવાના પાણીની મૂળભૂત સમસ્યાઓ બાબતે નગરપાલિકાએ વિશાળ રેલી કાઢી હલ્લાબોલ કર્યો હતો. ભાજપના ગઢ ગણાતા વોર્ડ નંબર એકમાં વિકાસના અભાવથી રોષે ભરાયેલી જનતા મુખ્ય બજારમાં "નગરપાલિકા હાય હાય" ના નારા લગાવી પાલિકા કચેરી પહોંચી હતી. ચીફ ઓફિસરના મૌન ધરણા વચ્ચે મહિલાઓએ નેતાઓના ખિસ્સા ભરાઈ ગયા હોવાનો આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલન ઉગ્ર બનતા અંતે ચૂંટાયેલા નેતાઓએ દોડી આવી પ્રજાની રજૂઆત સાંભળી હતી.




