Amreli News: ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન પંહોચ્યું લાઠીમાં, કોંગી નેતાઓએ કર્યા ધરણા પ્રદર્શન
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ઘણા ખેડૂતોને નુ
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ઘણા ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે આ કમોસમી માવઠાથી ખેડૂતોની વ્હારે કોંગી નેતાઓ આવ્યા છે. કોંગ્રેસ હાલ ગુજરાતમાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કરી રહી છે. દરમિયાન આ ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન લાઠી પંથકમાં પંહોચ્યું હતુ.
આ ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન દરમિયાન પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, કોંગી નેતા જેનીબેન ઠુમ્મર દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તો પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકાર પર વિવિધ પ્રહારો કર્યા હતા. ધાનાણીએ અતિવૃષ્ટિથી તબાહ થયેલા ખેડૂતોના દેવા માફીથી ખેડૂતોને પગભર થવાની વિનંતી કરી હતી.
ધાનાણીએ કર્યા સરકાર પર પ્રહાર
પરેશ ધાનાણીએ આ આંદોલન દરમિયાન કહ્યું કે, 'એક ખેડૂતના દિકરા તરીકે જો ઘરે સૂતા રહીએ ને તો આપણી જનેતાની કોખ લાજે. જાહેર જીવનના કાર્યકર્તા છીએ, ઉપકાર કરવા નહીં, હ્રદય ઉપર હાથ રાખીને અમે અમારી ફરજ નિભાવવા આવ્યા છીએ. આ કપરા કાળમાં હું બધા લોકોને કહું છું કે ખેડૂત બધા એક થાઓ, કોઈને છોડતા નહીં. ઘરે-ઘરે જાઓ, દરવાજા ખટખટાઓ.'






