VIDEO: લઠ્ઠાકાંડ મુદ્દે અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર
ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર

ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ચાવડાએ આક્ષેપ કર્યો કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને હપ્તાખોરીના કારણે દારૂના ધંધા પર રોક લગાવવામાં આવતી નથી. ગૃહમંત્રી પર નિશાન સાધતા ચાવડાએ આક્ષેપ કર્યો કે તેઓ રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે અગાઉ પણ લઠ્ઠાકાંડની ઘટનાઓ બની હોવા છતાં સરકાર ગંભીર ન હોવાનો તેમણે આરોપ લગાવ્યો. કોંગ્રેસે હવે નવી પેઢીને સાથે રાખીને દારૂના વેચાણ અને દારૂબંધીના કડક અમલ માટે જનઆંદોલનની જાહેરાત કરી છે.




