મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા માટે એએમસીનું વિશેષ અભિયાન: ૫૫ પીજી અને હોસ્ટેલનું સ્ટ્રક્ચરલ મૂલ્યાંકન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહ

તસવીર: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગોતરી તકેદારીના ભાગરૂપે AMCની ટીમોએ શહેરના વિવિધ ઝોનમાં આવેલા પીજી, હોસ્ટેલ અને છાત્રાલયોની સ્ટ્રક્ચરલ સલામતી ચકાસવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત મંગળવારે પાંચ અલગ-અલગ ઝોનમાં કુલ ૫૫ જેટલા એકમોની સ્થળ તપાસ કરીને તેનું પ્રાથમિક સ્તરે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. રાહતની વાત એ છે કે પ્રથમ દિવસની આ સઘન તપાસ દરમિયાન ચકાસાયેલા તમામ ૫૫ બાંધકામોમાંથી એક પણ એકમ ભયજનક સ્થિતિમાં જણાયું ન હતું.

આ સમાચાર શેર કરો