મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં પરણિતાને બ્લેકમેઈલ કરનાર પાડોશી ઝડપાયો

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે. રિનોવેશન દરમિયાન પિયર રહેવ

તસવીર: gstv

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે. રિનોવેશન દરમિયાન પિયર રહેવા આવેલી ૩૯ વર્ષીય પરિણીતાને પાડોશમાં ભાડે રહેતા મિસ્ટુકુમાર નામના યુવકે પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ પરિણીતાની ૨ વર્ષની માસૂમ દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ અંગત પળોના ફોટા પાડી પતિ અને સાસરીમાં વાઇરલ કરવાની ધમકી આપી અવારનવાર હોટેલમાં લઈ જઈ શોષણ કર્યું હતું. પીડિતાએ સંબંધ તોડી નાખતા આરોપીએ રસ્તામાં રોકી મારપીટ પણ કરી હતી. આખરે પરિણીતાએ હિંમત ભેગી કરી પરિવારને આપવીતી જણાવતા ઇસનપુર પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે..

આ સમાચાર શેર કરો