VIDEO: 18 વર્ષીય યુવક માટે યમરાજ સમાન બન્યું AMCનું ડમ્પર!
અવાર નવાર રફતારને કારણે સર્જાતા મૃ્ત્યુના આંકડામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એવામાં અમદાવાદના દાણ
અવાર નવાર રફતારને કારણે સર્જાતા મૃ્ત્યુના આંકડામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એવામાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અમદાવાદ કોર્પોરેશનના ડમ્પરે જ અકસ્માત સર્જ્યો છે. પૂર ઝડપે આવતા ડમ્પરે 18 વર્ષીય અમન શેખ નામના યુવાનનો જીવ લીધો છે.
અકસ્માતમાં યુવકનું મૃત્યુ થયું છે જ્યારે ડમ્પર ચાલકની ટ્રાફિક પોલીસે ધડપકડ કરી આગળની તપાસ શરુ કરવામાં આવી છે, અને મૃતક યુવકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પરંતુ હવે આ રફતારનો કહેર ક્યારે રોકાશે લોકોમાં તે સવાલો ઉભા થઈ રહ્યા છે.
જાહેરાત







