VIDEO: અમદાવાદમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી AMC દ્વારા મહત્ત્વનો પ્રોજેક્ટ હાથ ધરાયો

અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 જંક

અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 જંકશનોના ડેવલપમેન્ટનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ટ્રાફિક મૂવમેન્ટ સરળ બનાવવા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સર્વે કરી ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે અને ટ્રાફિક પોલીસની NOC બાદ કામગીરી શરૂ થઈ છે. અત્યાર સુધી 37 જંકશનોનું કામ પૂર્ણ થયું છે જ્યારે 12 પર કામગીરી ચાલુ છે. બાકીના જંકશનો માટે સર્વે અને ડિઝાઇન ઝડપથી ચાલી રહી છે. અકસ્માતોમાં ઘટાડો અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા 76 જંકશનો પર ‘લેફ્ટ ટર્ન ફ્રી’ સુવિધા પણ અમલમાં મુકાઈ છે, જેનાથી વાહનચાલકોને મોટી રાહત મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત