VIDEO: AMCએ કાલુપુર ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં દબાણો દૂર કર્યા
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર ફ્રૂટ મ
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. AMCની એસ્ટેટ, એન્ક્રોચમેન્ટ અને સંબંધિત વિભાગોની ટીમે માર્ગ અને જાહેર જગ્યાઓ પર થયેલા અનધિકૃત દબાણોને દૂર કર્યા હતા. ખાસ કરીને વહેલી સવારના સમયે ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં વધતા ટ્રાફિક દબાણને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. કામગીરી બાદ માર્ગ વ્યવસ્થા વધુ સરળ બનશે અને સ્થાનિક વેપારીઓ તેમજ નાગરિકોને અવરજવરમાં રાહત મળશે.
