મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ઉનાળા દરમિયાન પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા ઉલડીના 642 કેસ નોંધાયા

અમદાવાદમાં ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વધ્યો છે. એપ્રિલ માસમાં પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે. કોર્

અમદાવાદમાં ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વધ્યો છે. એપ્રિલ માસમાં પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ઝાડા ઉલડીના 642 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 155 જ્યારે કમળાના 55 કેસ નોંધાયા હતા.

આરોગ્ય વિભાગે પાણીની ગુણવત્તા અંગે એપ્રિલ મહિનામાં 52 હજાર ક્લોરીન ટેસ્ટ કર્યા હતા. જેમાં 13 જગ્યાએ ક્લોરીન ન હોવાનું જણાયું. ​બેક્ટેરીયોલોજીકલ તપાસ માટે લેવાયેલા પાણીના સાત હજારથી વધારે નમૂનાઓમાંથી 21 સેમ્પલ 'અનફીટ'  જાહેર કરવામાં આવ્યા. પાણીપુરીના એકમોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવે છે.

આ સમાચાર શેર કરો